ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા ધ્યાનમાં રાખવાની જરૂરી સુચનાઓ:

• અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા આવાસ યોજનાના ફોર્મ અંગેના નિયમો વિગતો તથા શરતો દર્શાવતું પરિશિષ્ઠ ૧ શાંતિથી વાંચી સમજી લેવું. ત્યાર બાદ ફોર્મ ભરવું. • રૂડા દ્વારા આયોજિત આવાસ યોજનામાં અરજદારની આવક અનુસાર અરજદાર ક્યાં પ્રકારના આવાસ માટે અરજી કરી શકે છે તે આધાર રાખે છે. તો જે તે ફોર્મ ભરતા પહેલા આવક મર્યાદા અને તે અન્વયે મળવા પાત્ર આવાસ અંગેના નિયમો સ્પષ્ટ વાંચી લેવા. • ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી તમામ આધારોની સ્કેન કરેલ “સોફ્ટ કોપી” JPEG અથવા PDF ફોર્મેટમાં પ્રિન્ટ નીકળતી સમયે સ્પષ્ટ વંચાય તેવા ફોરમેટમાં તૈયાર રાખવા. તમામ ડોક્યુમેન્ટ તૈયાર થઇ ગયા બાદ જ ફોર્મ ભરવું. ઓનલાઈન અપલોડ કરેલ ડોક્યુમેન્ટ સુવાચ્ય હોવું જોઈએ. પ્રિન્ટ કાઢતા સમયે જો ડોક્યુમેન્ટમાં વિગતો સુવાચ્ય ન હોઈ તે કિસ્સામાં ફોર્મ રદ થવા પાત્ર થશે. • ઓનલાઈન ફોર્મ ભરવા માટે અરજદાર પાસે DEBIT CARD / CREDIT CARD / NET BANKING / UPI પૈકીની ઓનલાઈન ચુકવણી પધ્ધતિ અંગેની વ્યવસ્થા હોવી જરૂરી છે. ઓનલાઈન ફોર્મ ભરી બેંકના કાઉન્ટર પર રકમ ભરવા અંગેની સુવિધા ઉપલબ્ધ રહેશે નહિ તથા ઓનલાઈન ચુકવણું ન થયા ના કિસ્સામાં ફોર્મ ભરાયેલ નથી તેવું જ ગણવામાં આવશે. • ઓનલાઈન ફોર્મ ભરી ઓનલાઈન ચુકવણું થઇ ગયા બાદ સિસ્ટમ જનેરેટેડ રસીદ આવ્યા બાદ જ ફોર્મ સબમિટ થયું ગણાશે. ઓનલાઈન રસીદમાં ફોર્મ નંબર જનેરેટ થઇ ગયેલ છે કે કેમ તે જોઈ તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. • ઓનલાઈન રજુ કરવાના ડોક્યુમેન્ટ પૈકીના નીચેના ડોક્યુમેન્ટ અસલમાં રજુ કરવાના રહે છે. હાલ ફોર્મ ભરતા સમયે સ્કેન કરીને રજુ કરવાના રહેશે પરંતુ અરજદારને જયારે આવાસની ફાળવણી કરવામાં આવશે ત્યારે રૂડા કચેરી દ્વારા જણાવવામાં આવે ત્યારે તેની અસલ નકલ રૂડા કચેરીને રજુ કરવાની રહેશે. 1. પરિશિષ્ઠ ૨ મુજબનું સોગંદનામું 2. અપરણિતનું સોગંદનામું(જો અપરણિત હોઈ તો).

ઓનલાઈન અરજી કરવાથી ફોર્મ ફી રૂ. ૧૦૦ બાદ મળશે.

ઓનલાઈન રજુ કરવાના ડોક્યુમેન્ટ:

ક્રમ નં. ડોક્યુમેન્ટની વિગત સુચના ફોરમેટ મહતમ સાઈઝ
આધાર કાર્ડ ફરજીયાત (કુટુંબના તમામ સભ્યોના પતિ-પત્ની અને અપરણિત બાળકો બધાના) JPEG/PDF 1 MB
રેશન કાર્ડ ફરજીયાત JPEG/PDF 1 MB
ચુંટણી કાર્ડ મરજીયાત (કુટુંબના તમામ સભ્યોના (પતિ-પત્ની અને પુખ્ત સભ્યોના) JPEG/PDF 1 MB
લાઈટ બીલ હાલ રહેતા હોઇ તે સરનામાનું તાજેતરનું જોડવું JPEG/PDF 1 MB
ભાડા કરાર ફરજીયાત (જો સંયુકત કુટુંબમાં રહેતા હોય તો તેવા કિસ્સામાં સોગંદનામું આપવું) JPEG/PDF 1 MB
પાન કાર્ડ ફરજીયાત (કુટુંબના પાન કાર્ડ ધરાવતા તમામ સભ્યોના) JPEG/PDF 1 MB
રદ કરેલો ચેક ફરજીયાત (અરજદારના બેંક ખાતાનો રદ્દ કરેલ ચેક) JPEG/PDF 1 MB
જાતિ અંગેનું પ્રમાણપત્ર ફરજીયાત (જો અનામતનો લાભ લેવા ઇચ્છતા હો તો) JPEG/PDF 1 MB
દિવ્યાંગનું પ્રમાણ પત્ર ફરજીયાત (અરજદાર જો દિવ્યાંગ હોય તે કિસ્સામાં ફરજીયાત) JPEG/PDF 1 MB
૧૦ માજી સૈનિકનું પ્રમાણ પત્ર ફરજીયાત (અરજદાર જો માજી સૈનિક હોય તે કિસ્સામાં ફરજીયાત) JPEG/PDF 1 MB
૧૧ અપરિણીત હોવાનું સોગંદનામું ફરજીયાત (અરજદાર જો અપરિણીત હોય તે કિસ્સામાં ફરજીયાત) JPEG/PDF 1 MB
૧૨ પરિશિષ્ઠ ૨ મુજબનું સોગંદનામું ફરજીયાત JPEG/PDF 1 MB
૧૩ આવકનું પ્રમાણપત્ર ફરજીયાત JPEG/PDF 1 MB
૧૪ પાસપોર્ટ સાઇઝ ફોટો ફરજીયાત JPEG 1 MB
૧૫ સહીનો ફોટો ફરજીયાત JPEG 1 MB

રૂડા દ્વારા આયોજીત આવાસ યોજના:

EWS ૧ – ૩ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબ માટે રૂ. ૩.૦૦ લાખની કિમતમાં અંદાજીત ૨૮.૦૦ ચોરસ મીટર કાર્પેટનું ૧ BHK આવાસ (એક રૂમ, એક હોલ, એક રસોડું તથા સંડાસ-બાથરૂમ) EWS ૨ – ૩ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબ માટે રૂ. ૫.૫૦ લાખની કિમતમાં અંદાજીત ૩૯.૯૭ ચોરસ મીટર કાર્પેટનું ૨ BHK આવાસ (બે રૂમ, એક હોલ, એક રસોડું તથા સંડાસ-બાથરૂમ) LIG – ૩ લાખ થી ૬ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબ માટે રૂ. ૧૨.૦૦ લાખની કિમતમાં અંદાજીત ૫૦.૦૦ ચોરસ મીટર કાર્પેટનું ૨ BHK આવાસ (બે રૂમ, એક હોલ, એક રસોડું તથા સંડાસ-બાથરૂમ) MIG – ૬ લાખ થી ૭.૫૦ લાખ સુધીની આવક ધરાવતા કુટુંબ માટે રૂ. ૨૪.૦૦ લાખની કિમતમાં અંદાજીત ૬૦.૦૦ ચોરસ મીટર કાર્પેટનું ૩ BHK આવાસ (ત્રણ રૂમ, એક હોલ, એક રસોડું તથા સંડાસ-બાથરૂમ)

રૂડા દ્વારા આયોજીત આવાસ યોજનાની સાઈટની વિગત:

EWS ૧
ક્રમ નં. સાઈટ આવસો ની સંખ્યા
ટી.પી. ૯ (મુંજકા મોટામવા) ફાઈનલ પ્લોટ નં ૯/A ૨૮૮
ટી.પી. ૧૭ (મુંજકા) ફાઈનલ પ્લોટ નં ૮૯ ૮૦
કુલ ૩૬૮
EWS ૨
ક્રમ નં. સાઈટ આવસો ની સંખ્યા
ટી.પી. ૧૦ (મોટામવા) ફાઈનલ પ્લોટ નં ૭૮/A & ૭૫/Aનં ૯/A ૭૫૬
ટી.પી. ૧૭ (મુંજકા) ફાઈનલ પ્લોટ નં ૯૫ ૪૧૬
ટી.પી. ૧૭ (મુંજકા) ફાઈનલ પ્લોટ નં ૮૦ ૩૫૦
ટી.પી. ૯ (મુંજકા મોટામવા) ફાઈનલ પ્લોટ નં ૩૩/A ૨૮૦
ટી.પી. ૯ (મુંજકા મોટામવા) ફાઈનલ પ્લોટ નં ૯/A ૨૦૦
ટી.પી. ૧ (રૈયા) ફાઈનલ પ્લોટ નં ૫૭૨ ૧૨૮
કુલ ૨૧૩૦
LIG
ક્રમ નં. સાઈટ આવસો ની સંખ્યા
ટી.પી. ૧૦ મોટામવા ફાઈનલ પ્લોટ નં 32A ૭૨૮
કુલ ૭૨૮
MIG
ક્રમ નં. સાઈટ આવસો ની સંખ્યા
ટી.પી. ૯ મુંજકા ફાઈનલ પ્લોટ નં 20A ૧૯૨
ટી.પી. ૧૦ મોટામવા ફાઈનલ પ્લોટ નં 4A ૫૬૦
કુલ ૭૫૨
• You can get more information for EWS 1.pdf
• You can get more information for EWS 2.pdf
• You can get more information for LIG.pdf
• You can get more information for MIG.pdf
• You can get more information for EWS 1 - PARISHISTH 2.pdf
• You can get more information for EWS 2 - PARISHISTH 2.pdf
• You can get more information for LIG - PARISHISTH 2.pdf
• You can get more information for MIG - PARISHISTH 2.pdf